સામગ્રી: 1/2 કિલો દુધી, એક પેકેટ બ્રેડ, સાકર, લાલમરચું, મીઠું (નમક-જરૂરત પ્રમાણે),1 લીંબુ, 2 મોટાં કાંદા,કોથમીર અને માખણ અથવા દેશી ઘી. બનાવવાની રીત - દુધીને ધોયાં પછી છાલની સાથે ઝીણી કાપી લો અને પછી તેને પાણી નાખ્યા વગર વરાળથી બાફી લો. ડુંગળી-કોથમીરને ઝીણી સમારવી. દૂધી બફાય જાય કે ઠંડી કરીને મિક્સીમાં ચલાવી લો. તેને તગારામાં નાખીને પાણી સુકાવી દો. હવે તેમાં મીઠું,સાકર, લાલ મરચું અને લીંબુને સ્વાદ પ્રમાણે મેળવવાનું . હવે તૈયાર મિશ્રણને બ્રેડ પર પાથરીને એકજ તરફથી સેકવવું, જેથી તવા અથવા ઓવનમાં ચિપકવાનો ડર ન રહે. બ્રેડના સેકાયાં પછી તેને પીરસતા પહેલાં પિઝ્ઝા ડિશમાં મુકવો અને તે પછી કાંદા,કોથમીર અને પછી તે ઉપર ટમાટરનો સોસ અથવા ચટણી નાખીને સર્વ કરો |