સામગ્રી - બાફેલા બટાકા 250 ગ્રામ, લીલા મરચા 6-7, સમારેલા લીલા ધાણા અડધો કપ, ખાંડ 1 ચમચી, એક લીંબુનો રસ, હળદર, મીઠુ સ્વાદમુજબ, લીલા ધાણાની ચટણી અડધી વાડકી, સોસ બનાવવાની રીત - સૌ પ્રથમ બટાકાને છોલીને તેને મસળી તેમા લીલા મરચા, હળદર, મીઠુ, સમારેલા ધાણા, લીબુ, ખાંડ નાખીને મિક્સ કરી લો. બ્રેડની કિનારો કાપી લો. તેમા એક બ્રેડ પર બટાકાનુ મિશ્રણ લગાવો અને બીજી બ્રેડ પર લીલી ચટણી લગાવી બટાકાના મિશ્રણ પર ચટણી આવે એ રીતે બ્રેડ ગોઠવી દો. બ્રેડની કોરી બાજુઓ પર ઘી લગાવી સેંડવિચ મેકરમાં 10 મિનિટ થવા દો. આ બ્રેડને સોસ સાથે સર્વ કરો. |