સામગ્રી - 250 ગ્રામ સિંગોડાનો લોટ, 250 ગ્રામ બાફેલા બટાકા, એક વાડકી મગફળીનો ભૂકો, અડધી વાડકી સેકેલા તલ, મીઠુ સ્વાદ મુજબ, એક ચમચી આદુ-લીલા મરચાંનુ પેસ્ટ, 2 ચમચી લીંબૂનો રસ, ખાંડ સ્વાદમુજબ. બનાવવાની રીત - બટાકાને મસળીને તેમા લોટ અને ઉપરોક્ત બધી સામગ્રી નાખો. આમ થોડુ દૂધ ભેળવીને મિશ્રણને ગૂંથી લો. હવે નાના લૂઆં બનાઈ તેના ઉત્તપમ બનાવો અને કઢી કે લીલી ચટણી સાથે સર્વ કરો. આ ફળાહારી વ્યંજન છે. |