સામગ્રી - 500 ગ્રામ દહી, 50 ગ્રામ બેસન, 1 પાકેલુ કેળુ, 1/2સંતરા , 2-3 લીલા મરચાં, એક ઈંચ આદુનો ટુકડો, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરુ, 1/2 ચમચી મેથી, 3-4 લવિંગ, 3 તમાલપત્ર, 3 ટુકડા તજ, 1/4 ચમચી હિંગ, 4 ચમચી ખાંડ, 1 મોટી ક ચમચી ઘી. બનાવવાની રીત - કેળાને ઝીણા સમારી લો. સંતરાને છોલીને જુદી પાડી દો. લીલા મરચા, આદુને ઝીણા કાપી લો. દહી વલોવીને તેમાં બેસન ભેળવી દો. ઘી ગરમ કરી આદુ, લીલા મરચાં, રાઈ, જીરુ, મીઠો લીમડો, લવિંગ, સૂકા લાલ મરચાં, તજ અને તમાલપત્રનો વધાર નાખી હીંગ અને મેથી નાખી દો. 5 કપ પાણી, ખાંડ અને મીઠુ નાખીને ઢાંકી દો. એક ઉકાળો આવતા દહી નાખીને 15 મિનિટ સુધી રહેવા દો. ઉતારીને લીંબૂનો રસ, કેળા અને સંતરા મિક્સ કરો. |