મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ભરેલા બટાકા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભરેલા બટાકા

W.D
સામગ્રી - બટાકા 250 ગ્રામ, પનીર 50 ગ્રામ(હાથથી મસળેલુ), ડુંગળી 50 ગ્રામ (ઝીણી સમારેલી) આદુ 25 ગ્રામ, 2 લીલા મરચાં, ટામેટા 100 ગ્રામ સમારેલા, દળેલી હળદર અડધી ચમચી, વાટેલા ધાણા 1 ચમચી, લાલ મરચું, મીઠુ સ્વાદ મુજબ, જીરુ 1/4 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, તેલ 20 ગ્રામ.

બનાવવાની રીત - બટાકાને છોલીને ચપ્પુના છેડાથી ગુદો કાઢી લો. આ ખોખલા બટાકાને થોડા ઉકાળી મૂકી રાખો. એક કઢાહીમાં થોડુ તેલ નાખીને ડુંગળી, આદુ અને જીરુ નાખીને સેકી લો. પનીર મિક્સ કરી ઉતારી લો. હવે આ મિશ્રણને બટાકામાં ભરી દો.

બચેલુ તેલ કઢાહીમાં નાખીને સમારેલા ટામેટાને થોડા સેકી લો અને તેમા હળદર, ધાણા, લાલ મરચુ, મીઠુ સારી રીતે ભેળવી લો. મિશ્રણ ભરેલા બટાકાને સાવધાનીપૂર્વક આ મસાલામાં મૂકી બચેલુ પનીર મિશ્રણ ઉપરથી નાખી દો. ગરમ મસાલો ભભરાવી દો. મધ્યમ તાપ પર પંદર-વીસ મિનિટ સુધી થવા દો. લાજવાબ શાક તૈયાર છે. ગરમ પરાઠા સાથે ખવડાવો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ચીઝ બોલ્સ
કસૂરી કાજુ
શાહી કઢી
રશિયન સેંડવિચ
ફરાળી ઉત્તપમ
મેંચુરિયન સોસમાં પનીર