સામગ્રી - 125 ગ્રામ ચણાની દાળ, 2 ડુંગળી-ટામેટા, 1 ચમચી લાલ મરચુ, હિંગ ચપટી, 1 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી વાટેલુ આમચૂર, આદુ-લસણનુ પેસ્ટ 2 ચમચી, એક મોટી ચમચી ઘી, મીઠુ સ્વાદમુજબ, ઝીણા સમારેલા લીલા ધાણા. બનાવવાની રીત - બનાવતા પહેલા ચણાની દાળને 1 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં ઘી ગરમ કરી રાઈ-જીરોનો વધાર લગાવીને તેમા કાપેલી ડુંગળી નાખીને સોનેરી થતા સુધી ફ્રાય કરો. પછી ટામેટા નાખીને 2 મિનિટ ચલાવો અને મસાલો નાખીને ગ્રેવી તૈયાર કરી લો. હવે દાળને ધોઈને કુકરમાં નાખી દો. સાથે જ જરૂર મુજબ પાણી નાખો. કુકરની બે-ત્રણ સીટી લઈને ગેસ બંધ કરી દો. ઠંડુ થયા પછી દાળમાં ઉપરથી ગરમ મસાલો અને લીલા ધાણા નાખીને સર્વ કરો. |