સામગ્રી - એક નાની ડુંગળી, એક નાનું શિમલા મરચુ, કોબીજના બે ત્રણ પત્તા, અડધુ લીંબુ, અડધી વાડકી લવિંગની સેવ, ચોથાઈ ચમચી લાલ મરચુ, થોડુ જીરુ, મીઠુ સ્વાદમુજબ. બનાવવાની રીત - સર્વપ્રથમ સેવ એક પ્લેટમાં કાઢી લો. હવે ડુંગળી, શિમલા મરચુ, કોબીજને ઝીણી સમારી લો. પછી તેમા મીઠુ, લાલ મરચુ, જીરુ મિક્સ કરો અને લીંબૂ નીચોડી લો. ચમચીથી સારી રીતે હલાવીને સેવ ઉપરથી નાખો. બધુ મિક્સ કરીને પીરસો. |