સામગ્રી - 1 કેરી, 1 ડુંગળી, ગોળ બે ચમચી, હળદર, કકરી વાટેલી વરિયાળી 1 નાની ચમચી, લાલ મરચુ, તેલ 2 ચમચી, રાઈ, હિંગ, મેથીદાણા, મીઠુ જરૂર મુજબ. બનાવવાની રીત - કેરીને છોલીને ઝીણી સમારી લો. ડુંગળીને ઝીણી સમારી લો. કેરી અને ડુંગળીને મિક્સ કરો, અને તેમા ગોળ, મીઠુ નાખો. તેલ ગરમ કરો. તેમા થોડી રાઈ, હિંગ, મેથીદાણા, હળદર, વરિયાળી અને લાલ મરચુ નાખીને કેરી-ડુંગળીના મિશ્રણ પર ઉપરથી વઘારની જેમ નાખીને એકસાર કરી લો. રોજના જમવામાં આ અથાણુ સારુ લાગે છે. |