સામગ્રી - 1 પેકેટ તાજી બ્રેડ, ચણાનો લોટ 1 વાડકી, લીલા મરચા 5-6, સમારેલા ધાણા 1 કપ, એક ચમચી જીરુ, એક ચમચી વરિયાળી, એક ચમચી અજમો, મીઠુ સ્વાદ મુજબ, તળવા માટે તેલ.બનાવવાની રીત - બ્રેડનો ચૂરો કરી તેમા સમારેલા લીલા મરચા, ધાણા, જીરુ, વરિયાળી, અજમો અને મીઠુ નાખી દો. થોડો પાણીનો છંટકાવ કરી લોટ બાંધી લો. આ લોટના મધ્યમ આકારના ગોટા બનાવી લો. હવે ચણાના લોટમાં ચપટી સોડા અને મીઠુ અને પાણી નાખી થોડુ ઘટ્ટ ખીરુ બનાવી લો. એક કઢાઈમાં તેલ તપાવી લો. બ્રેડના ગોટાને ચણાના લોટમાં લપેટીને તેલમાં નાખીને કુરકુરા તળી લો. આ વડા સોસ કે લીલી ચટણી સાથે સ્વાદિષ્ટ લાગશે. |