સામગ્રી : 1 કપ કાપેલ સેલરીના પાન, 100 ગ્રામ કાપેલા સફરજન, એક કપ કાપેલ કાકડી, મીઠું અને કાળા મરી સ્વાદનુસાર, બે નાની ચમચી સંતરાનો રસ, સલાડના પાન કાપેલા, બે ટામેટાની સ્લાઈસ મીઠું લગાડેલી, 200 ગ્રામ પનીરના ટુકડા મીઠુ લગાવેલ, અડધો કપ મેયોનેજ. રીત : સેલરી, સફરજન, કાકડી, કાળા મરીનો પાવડર અને સંતરાના રસને મિક્સ કરી લો. એક પ્લેટમાં સલાડના પાન મુકો અને વચ્ચે બનાવેલ મિશ્રણ પાથરો. આની આજુબાજુ પનીર અને કાપેલા ટામેટાની સ્લાઈસને ગોળાકારમાં શણગારી દો. પીરસતાં પહેલાં મેયોનેઝ નાંખો. |