સામગ્રી - 1 કપ સેકેલી કકરી વાટેલી મગફળી, 1/2 કપ અંકુરિત મગ બાફેલા, 1/2 કપ કાળા ચણા બાફેલા, 1/2 કપ દાડમના દાણા, 1 ચમચી લીંબૂનો રસ, 1 નાની ચમચી સેકેલી સફેદ તલ, 1/2 નાની ચમચી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, 2 ગાજર લાંબા પાતળા કાપેલા. બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા બાઉલમાં કકરી મગફળી, બાફેલા અંકુરિત મગ, કાળા ચણા, દાડમના દાણા વગેરેને સારી રીતે મિક્સ કરો. હવે તેમા તલ, ખાંડ અને મીઠુ ભભરાવી ગાજરથી સજાવી સલાડ સર્વ કરો. |