મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ગાજર-ટોમેટો સ્પાઈસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગાજર-ટોમેટો સ્પાઈસ

N.D
સામગ્રી - 250 ગ્રામ ટામેટા, 2 ગાજર, 1 ડુંગળી, 1-2 લીલા મરચાં, 2 કળી લસણ, 1 મોટી ચમચી માખણ, મીઠુ અને વાટેલા કાળા મરી સ્વાદમુજબ. 1 તમાલપત્ર, 2 કપ વેજીટેબલ સ્ટોક અથવા સાદુ પાણી.

બનાવવાની રીત - સૌ પ્રથમ લીલ મરચા અને લસણને ઝીણા કાપી લો. હવે ગાજર અને ડુંગળી મોટા-મોટા ટુકડામાં કાપી લો. ટામેટા ધોઈને મોટા ટુકડા કરી લો.

પ્રેશર કુકરમાં ટામેટા, ડુંગળી, ગાજર, લીલા મરચા અને લસ્ણ નાખો. તેમા પાણી અથવા વેજીટેબલ સ્ટોક અથવા તમાલપત્ર નાખો અને 2-3 સીટી આવતા સુધી થવા દો. પછી તેને મિક્સરમાં વાટીને ગાળી લો.

હવે એક પેનમાં માખણ ગરમ કરો. જેમા ઉપરોક્ત ચાળેલુ મિશ્રણ નાખો. મીઠુ, કાળા મરી, જરૂર મુજબ પાણી નાખીને 1-2 ઉકાળા આવતા સુધી થવા દો. ગરમા ગરમ ટોમેટો સ્પાઈસ સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
ડુંગળી અને કેરીનુ તક્કૂ
ટેસ્ટી ચટપટા વડા
દહી સોયા નગૈટ્સ
પનીર ભુરજી
કર્ડ એપીટાઈઝર વિથ ક્યુકંબર
મખાની મટર