સામગ્રી - 250 ગ્રામ રવો અથવા સૂઝી, 2 ગાજર, 1 નાની વાડકી અંકુરિત મગ, અડધુ લીંબુ, અડધી ચમચી જૈતૂનનુ તેલ, 1 લીલુ મરચુ, 1 ટામેટુ, કઢી લીમડો, 2 કળી લસણ, 4 કપ પાણી, લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠુ. બનાવવાની રીત - ધીમા તાપ પર તેલ ગરમ કરો. તેમા કઢી લીમડો, લસણ અને મરચા નાખો. થોડીવાર સેક્યા પછી પાણી નાખો, વધુ બાફો નહી. જેવુ પાણી ઉકળવા માંડે કે તેમા રવો નાખી દો. જ્યારે રવો ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા ગાજરના નાના ટુકડા કાપીને અંકુરિત મગ અને કાપેલા ટામેટાની સાથે નાખી દો. મીઠુ નાખો અને ધીમા તાપ પર થવા દો. હવે તેને ધાણા અને લીંબૂનો રસ નાખીને પીરસો. |