સામગ્રી - 1 કપ છીણેલી કાકડી, એક ચમચી ઝીણો સમારેલો ફુદીનો, 1 કપ વસા વગરનુ દહી, 2 ચમચી લીંબૂનો રસ, 2 લસણની કળી, 2 ચમચી ઝીણા સમારેલા ધાણા, મીઠુ સ્વાદ મુજબ. બનાવવાની રીત - ખીરાનુ પાણી કાઢીને તેમા મીઠુ નાખીને અડધો કલાક માટે રહેવા દો. હવે તેમા ફુદીનો, દહી, લસણનુ પેસ્ટ, લીંબૂનો રસ અને ઘાણા નાખીને સારી રીતે મિક્સ કરો. 1 કલાક સુધી ફ્રિજમાં મૂકી દો અને ઠંડુ પીરસો. |