મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ગાજર ફ્રાય કંચુબર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગાજર ફ્રાય કંચુબર

N.D
સામગ્રી - 3 કપ છીણેલુ ગાજર, 1 ડુંગળી ઝીણી સમારેલી, 1 કપ નારિયળ, કઢી લીમડો, 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી રાઈ, 2 સૂકા લાલ મરચા, અડધી ચમચી જીરુ, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચુ પાવડર, એક ચપટી હીંગ, 3 ચમચી તેલ, મીઠુ.

બનાવવાની રીત - કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા કઢી લીમડો, ચણાની દાળ, અડદની દાળ, જીરુ, રાઈ, લાલ મરચુ અને હિંગ નાખો. રાઈને તતડાવો પછી તેમા ડુંગળી નાખો અને થોડી બ્રાઉન થતા સુધી સેકો.

હવે તેમા ગાજર નાખો અને થોડીવાર સુધી ફ્રાય કરો. હળદર અને મીઠુ નાખીને 10 મિનિટ સુધી વધુ ફ્રાય કરો. જ્યારે ગાજર પાકી જાય તો તેમા મરચાંનો પાવડર અને નારિયળ નાખી દો અને 5 મિનિટ ફ્રાય કરો. ગાજરનુ ફ્રાય કચુંબર તૈયાર છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કાકડી-લસણનુ રાયતુ
બટાકાનુ સુકુ શાક
શાહી દ્રાક્ષનુ શાક
શીંગોડા-રાજગરાના પરાઠા
કોળાની ચટણી
લાઈટ ઉપમા