સામગ્રી - 250 ગ્રામ કોબીજ, એક સફરજન અથવા 100 ગ્રામ દ્રાક્ષ, 10-15 કિશમિસહ, એક ટી સ્પૂન લીંબૂનો રસ, 6-7 લીલા મરચા,મીઠુ સ્વાદમુજબ, વઘાર માટે થોડુ તેલ અને રાઈ. સજાવવા માટે થોડા દાડમના દાણા. બનાવવાની રીત - કોબીજના ઝીણા લચ્છા કાપી લો. તેલ ગરમ કરીને તેમા ઝીણા સમારેલા લીલા મરચા નાખીને 5 મિનિટ માટે મૂકી દો. લીલા મરચાના ટુકડા અલગ કરી દો અને આ તેલમાં રાઈનો વઘાર લગાવી તેને કોબીજ પર નાખો. સમારેલી દ્રાક્ષ અથવા સફરજન, લીંબૂનો રસ, કિશમિશ અને દાડમના દાણા મિક્સ કરીને પ્યાલીને એક કલાક માટે ફ્રિજમાં મૂકી દો. જમવાના થોડીવાર પહેલા આને ફ્રિજમાંથી બહાર કાઢો અને આનંદ માણો આ કુરકુરા શાકભાજીના પાનનો. |