સામગ્રી કોર્ન ફ્લોર - 2 કપ, ઘઉંનો લોટ 1/4 કપ, ઘી નુ મોઁણ - 2 ચમચી, મીઠુ 3/4 ચમચી, બેક્ડ બીંસ દોઢ કપ, લીલા સમારેલા ધાણા 1 મોટી ચમચી,પનીરના ટુકડા 100 ગ્રામ. 1 ચમચી માખણ, તળવા માટે તેલ. બનાવવાની રીત - કોર્ન ફ્લોર, ઘઉંનો લોટ અને મીઠુ મિક્સ કરી ચાળી લો. મોણ માટેનુ ઘી નાખીને લોટ બાંધી લો. લૂઆ બનાવી વણો અને ગોળ કે ત્રિકોણી મઠરી કાપી લો. તેલ ગરમ કરો અને તેમા મઠરી તળી લો. માખણ ગરમ કરી બેક્ડ બીંસને ગરમ કરો અને તૈયાર મઠરી પર બરાબર મૂકી દો. કાપેલી ડુંગળી અને લીલા ઘાણા ભભરાવો અને પનીરથી સજાવી સર્વ કરો. |