સામગ્રી - 200 ગ્રામ મગફળી, 250 ગ્રામ તલ, ચોથાઈ કપ લાલ મરચું, 3 ચમચી જીરા પાવડર, મીઠુ સ્વાદ મુજબ.
બનાવવાની રીત - મગફળીને સેકીને છોલી લો. તલને પણ સેકી લો અએન બંનેને વાટી લો. હવે તેમા લાલ મરચું, મીઠુ અને જીરા પાવડર નાખીને સુકી ચટણી બનાવી લો.
આ ચટણીમાં તમે લસણની 4-5 કળી પણ નાખી શકો છો. પીરસતી વખતે ઉપરથી થોડુ તેલ નાખીને ખાવાથી ચટણી વધુ સારી લાગે છે.
|