સામગ્રી - 100 ગ્રામ કાકડી, 100 ગ્રામ ગાજર, 150 ગ્રામ લીલા શિમલા મરચા, 150 ગ્રામ લાલ શિમલા મરચુ, 3 લીલી ડુંગળી, 2 કળી લસણ, 1/2 ઈંચ આદુ, 3 મોટી ચમચી સોયા સોસ, 2 ચમચી ચિલી સોસ, 1/2 ચમચી અજીનોમોટો, દોઢ મોટી ચમચી વિનેગર, 1 ચમચી ખાંડ, 1/2 ક હમચી મીઠુ, 1/2 ચમચી તેલ. બનાવવાની રીત - સોયા સોસ, ચિલી સોસ, વિનેગર અને ખાંડ મિક્સ કરી લો. કાકડી, ગાજર અને શિમલા મરચાના પાતળા, લાંબા ટુકડા કરી લો. ડુંગળી, લસણ અને આદુ કાપી લો. તેલ ગરમ કરી લસન અને આદુ નાખો, પછી શાકભાજી અને ડુંગળી નાખીને વધુ તાપ પર 2-3 મિનિટ સેકો. સોસ મિક્સ કરીને 2-3 મિનિટ વધુ થવા દો. મીઠુ અને અજીનોમોટો નાખીને 2-3 મિનિટ થવા દો પછી ઉતારી લો. |