સામગ્રી - 1 વાડકી લીલા મગની દાળ, 2 કપ દહી, 1 ચમચી આદુ અને લીલા મરચાંનુ પેસ્ટ, સેકેલુ જીરુ 1/2 ચમચી. સેવ જાડી 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ. લીલી કોથમીર સમારેલી, ચાટ મસાલો 1 ચમચી. બનાવવાની રીત - મગની દાળને વાટીને આદુ અને મરચાંનુ પેસ્ટ મિક્સ કરી નોનસ્ટિક તવા પર ચીલા બનાવી લો. હવે ગોળ કટરથી ચેલામાંથી નાના ના ગોળ ટુકડા કાપી લો. દહી વલોવી તેમા મીઠુ, સંચળ મિક્સ કરી દો. હવે એક ડિશમાં ભરીને ઉપરથી ચીલા ગોળાકારમાં બિછાવી દો. હવે તેના પર સેવ અને કોથમીર નાખીને સર્વ કરો. |