મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > એસ્પેરેગસ સૂપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એસ્પેરેગસ સૂપ

N.D
સામગ્રી - 100 ગ્રામ ગાજર, 1 નાનકડો ટિન એસ્પેરેગસ, 100 ગ્રામ મેંદો, 100 ગ્રામ ક્રીમ, 1 મધ્યમ આકારની ડુંગળી, દોઢ ઈંચ આદુ, દોઢ ચમચી મીઠુ, તમાલપત્ર, 1 ચમચી, 3 મોટી ચમચી માખણ.

બનાવવાની રીત - ડુંગળી અને આદુને ઝીણુ સમારી લો. ગાજર પાતળી કાપી લો. એસ્પેરેગસના નાના ટુકડા કરી લો. તેનુ પાણી ફેકશો નહી.

એક વાસણમાં 2 મોટી ચમચી માખણ ગરમ કરી તેમાં ડુંગળી, ગાજર, આદુ અને તમાલપત્ર તતડાવો અને લાલ સેકી લો. મેંદો નાખી ગુલાબી સેકી લો . 10 કપ ગરમ પાણી અને એસ્પેરેગરનુ પાણી પણ નાખી દો. મીઠુ નાખીને ઓછામાં ઓછી એકાદ બે કલાક ઉકળવા દો.

ત્યારબાદ કપડાથી ચાળી લો. પછી ક્રીમ, 1 મોટી ચમચી માખણ, એસ્પેરેગસના ટુકડા નાખી દો. હવે તેને તાપ પર ચઢાવી અને 2-3 મિનિટ ગરમ કરી ખાંડ નાખી ઉતારી લો. વધુ ગરમ કરવાથી ફાટી જાય છે ઉતારીને ઢાંકી દો. ખુલ્લુ રાખવાથી ઉપર મલાઈ જામી જાય છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પેન રાયતા
ઢોકળા ઈડલી
કેપ્સીકમ રાયતા
ચિલી સલાડ
રિફ્રેશિંગ સૂપ
તલની ચટણી