સામગ્રી - કાબુલી ચણા 250 ગ્રામ, ખાવાનો સોડા અડધો ટી સ્પૂન, મીઠુ સ્વાદ મુજબ અને આમલીનો ગુદો 1 ટેબલ સ્પૂન. મસાલા સામગ્રી - લાલ મરચુ, જીરુ, કાળા મરી, સૂંઠ, અજમો, ધાણા, તજ, લવિંગ, મોટી ઈલાયચી આ બધાને અડધી અડધી ચમચી મિક્સ કરીને છોલે મસાલા તૈયાર કરો. બનાવવાની રીત - કાબુલી ચણામાં ખાવાનો સોડા મિક્સ કરી 8 કલાક પલાળો. કુકરમાં નરમ થતા સુધી બાફો. જ્યારે ચણા બફાય જાય ત્યારે તેમા મીઠુ, આમલીનુ ઘટ્ટ પાણી અને છોલે મસાલા મિક્સ કરી એક સીટી વગાડી લો. ચટપટા છોલે તૈયાર છે. આ છોલેને રોટલી કે બ્રેડ, જેની સાથે ઈચ્છો ખાવ અને ખવડાવો. |