મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > રિબન સેંડવિચ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રિબન સેંડવિચ

N.D
સામગ્રી - 6 સફેદ બ્રેડના સ્લાઈસ, 6 બાઉલ બ્રેડના સ્લાઈસેસ, માખણ 3 ટેબલ સ્પૂન, બાફેલા બટાકા 2, પીળો રંગ 5 ટીપા, મીઠુ, કાળામરી પાવડર સ્વાદમુજબ. લીલી ચટણી પા કપ, ટામેટા સોસ પા કપ.

કવર માટે સામગ્રી - બેસન એક કપ, મીઠુ પા ટી સ્પૂન, સોડા ચપટી, મોણ માટે ગરમ તેલ એક ટી સ્પૂન, તેલ તળવા માટે.

બનાવવાની રીત - બ્રેડના સ્લાઈસ પર માખણ લગાવી દો. બાફેલા બટાકા છીણીને તેમા પીળો રંગ, મીઠુ, કાળા મરી મિક્સ કરો. પછી 2 સફેદ અને 2 બ્રાઉન બ્રેડના સ્લાઈસેસ લો. એક સફેદ બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાઈને તેના પર બ્રાઉન બ્રેડ મૂકો.

તેના ઉપર ટામેટા સોસ લગાવી ઉપર સફેદ બ્રેડની સ્લાઈસ મૂકો. અંતમાં સફેદ બ્રેડ પર બટાકાના પીળા મિશ્રણની પાતળી પરત મૂકી ઉપરથી બ્રાઉન બ્રેડની સ્લાઈસ મૂકો. સેંડવિચ સારી રીતે દબાવો અને તેજ ચાકુથી તેના ત્રણ ભાગમાં કાપો. (તમે ઈચ્છો તો સેંડવિચ આમ પણ પીરસી શકો છો) હવે બેસનમાં થોડુ મીઠુ, સોડા અને ગરમ તેલનુ મોણ નાખીને પકોડાનુ મિશ્રણ જેવુ બનાવો.

આ મિશ્રણમાં તૈયાર સેંડવિચ ડૂબાવી ગરમ તેલમાં તળી ગરમા-ગરમ પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ચટપટા છોલે
એસ્પેરેગસ સૂપ
પેન રાયતા
ઢોકળા ઈડલી
કેપ્સીકમ રાયતા
ચિલી સલાડ