સામગ્રી - બ્રેડના સ્લાઈસ 4, માખણ એક ટેબલ સ્પૂન, મીઠુ કાળા મરી પાવડર, સ્વાદમુજબ, કાકડીની સ્લાઈસ 2, ટામેટા સ્લાઈસેસ 2, બાફેલા બટાકાની સ્લાઈસ 2, ચીઝ સ્લાઈસ 1, કોબીજ કે લેટ્યુસનુ પાન 1, લીલી ચટણી 2 ટી સ્પૂન, ટામેટાનો સોસ 2 ટી સ્પૂન. બનાવવાની રીત - બ્રેડના ટોસ્ટ બનાવો કે એમ જ તેમની કિનારો કાપી લો. તેના પર માખણ લગાવી થોડા કાળામરી અને મીઠુ છાંટી દો. પછી નોનસ્ટિક પેનમાં થોડુ માખણ નાખી તેમા બટાકાની સ્લાઈસ બંને બાજુથી થોડી લાલ થતા સુધી સેકો. એ જ પેનમાં કોબીજ કે લેપ્યૂસના પાન થોડા ગરમ કરો. બ્રેડની એક સ્લાઈસ પર થોડો ટામેટા સોસ લગાવી તેના પર કોબીજ કે લેપ્યૂસના પાન મૂકો. તેના પર બટાકાની સ્લાઈસ મૂકી બ્રેડની બીજી સ્લાઈસ મૂકો. તેના પર ચટણી લગાવી ઉપર કાકડી અને ટામેટાની સ્લાઈસ મૂકો. પછી બ્રેડની ત્રીજી સ્લાઈસ મૂકી તેના પર ચીજ કે પનીરની સ્લાઈસ મૂકો. પછી બ્રેડની ચોથી સ્લાઈસ મૂકી ક્લબ સૈડવિચ બનાવો અને થોડી દબાવી ધારવાળા ચપ્પુથી ચાર ભાગમાં કાપો. આ ક્લબ સૈડવિચ દેખાવમાં સુંદર અને ખાવામાં ટેસ્ટી લાગે છે. |