સામગ્રી - તાજા ફુદીનાના પાન 10-15, લીંબૂનો રસ 2 નાની ચમચી, ઓરેજ જ્યુસ 6 નાની ચમચી, આદુનો રસ 1 નાની ચમચી, ખાંડ 2 નાની ચમચી, સોડા 150 મિલી, વાટેલો બરફ 1 પ્યાલો, સજાવવા માટે ફુદીનાના પાન અને સંતરાની સ્લાઈસ. બનાવવાની રીત - ફુદીનાને સાફ કરી ધોઈ લો. 100 મિલી પાણીમાં ખાંડ અને ફુદીનાને ધીમા તાપ પર 10 મિનિટ સુધી ઉકાળો. ઠંદુ કરીને બ્લેંડ કરી લો અને ચાળી લો. તેમા લીંબૂ, સંતરા અને આદુનો રસ મિક્સ કરી દો અને ગ્રીન કલરનુ એક ટીપુ નાખો. હવે લાંબા ગ્લાસમાં મિશ્રણ નાખો અને ઉપરથી ચિલ્ડ સોડા અને વાટેલો બરફ મિક્સ કરો. ફુદીનાના પાન અને ઓરેંજ સ્લાઈસથી સજાવો. સ્ટ્રો લગાવી સર્વ કરો. |