માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » કઢાઈ પનીર કોર્ન
 

N.D
સામગ્રી - પનીર 250 ગ્રામ, બેબી કોર્ન 10-15, ડુંગળી 2, શિમલા મરચુ 3, ટામેટા ત્રણ, તેલ અથવા માખણ 2 ટેબલ સ્પૂન, અજીનોમોટો ચપટી, હળદર 1/2 ટી સ્પૂન, લાલ મરચુ 2-3 ટી સ્પૂન, જીરા પાવડર 2 ટી સ્પૂન, કસૂરી મેથી 1 ટી સ્પૂન, લીલા ધાણા એક ટેબલ સ્પૂન, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - પનીરના મધ્યમ આકારના ચોરસ ટુકડા કાપો. બેબી કોર્નને પાતળી સ્લાઈસમાં કાપો. ડુંગળી છોલીને મોટા ટુકડામાં કાપો. ટામેટા અને શિમલા મરચાના બીજ કાઢીને તેના મોટા ચોરસ ટુકડા બનાવો. તેલ અથવા માખણ ગરમ કરીને તેને વધુ તાપ પર ડુંગળી નરમ થતા સુધી સેકો. પછી તેમા અજીનોમોટો, બેબી કોર્ન, શિમલા મરચુ, ટામેટા, હળદર, લાલ મરચું, જીરુ, કસૂરી મેથી અને મીઠુ મિક્સ કરી શાકભાજીઓ નરમ થતા સુધી સેકો. પનીર ક્યૂબ્જ નાખીને થોડા વધુ સેકો.

ગરમાગરમ શાકભાજી પર લીલા ધાણા ભભરાવી તરત પીરસો.
સંબંધિત જાણકારી શોધો