માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » બેસનના રોલ
 

N.D
સામગ્રી - 150 ગ્રામ દહીં, નારિયળ છીણેલુ, 300 ગ્રામ બેસન, 1 ચમચી લાલ મરચુ, 2-3 લીલા ઝીણા સમારેલા મરચા, 2 ચમચી લીલા ધાણા, 1/2 ચમચી રાઈ-જીરુ, મીઠુ તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ બેસનને ચાળીને તેમા મીઠુ, લીલા મરચાં, દહી અને એક નાની ચમચી તેલ નાખીને સારી રીતે ફેટો. હવે તેમા દોઢથી બે ગ્લાસની વચ્ચે પાણી નાખીને ધીમા તાપ પર ઘટ્ટ થવા દો. તેને હલાવતા રહેજો.

10-15 મિનિટ સુધી બેસન સારી રીતે બફાયા પછી તેમા લીલા ધાણા અને થોડુ નારિયળનુ છીણ, લાલ મરચુ ભભરાવી સારી રીતે મિક્સ કરી લો.

હવે એક થાળીમાં થોડુ તેલ લગાવી આ મિશ્રણનુ પાતળુ પડ બિછાવી લો. તેને ઠંડુ થવા દો. એક મોટી ચમચી તેલ તપાવી તેમા રાઈ જીરુ તતડાવો, અને તેને થાળી પર ચારે બાજુ ફેલાવી દો. હવે લીલા ધાણા અને વધેલુ કોપરાનું છીણ પણ ચારે બાજુ ભભરાવી દો. હવે ચપ્પુની મદદથી પહોળી લાંબી પટ્ટીઓ કાંપી તેને રોલ કરો. નાશ્તામાં ગરમા ગરમ ચા સાથે આને સર્વ કરો.
સંબંધિત જાણકારી શોધો