માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » સ્વાદિષ્ટ શાકનુ સૂપ
 

N.D
સામગ્રી - 20 ગ્રામ ડુંગળી, 1 કળી લસણ, 20 ગ્રામ ગાજર, 1 તમાલપત્ર, 5 ગ્રામ પાસ્તા અથવા નૂડલ્સ, 5 ગ્રામ કોબીજ, 30 ગ્રામ ટામેટા, અડધી ચમચી મીઠુ, 11 કપ વેજિટેબલ બ્રોથ(શાકભાજીઓની ગ્રેવી), ચપટી મરચું, 5 ગ્રામ તેલ, સજાવવવા માટે છીણેલુ પનીર.

બનાવવાની રીત - ડુંગળી, કોબીજ અને ગાજરને કાપી લો. કડાહીમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી અને ગાજર સાંતળો. વેજિટેબલ બ્રોથ(શાકભાજીઓનો રસ)નાખી દો અને ઉકળવા દો. થોડીવાર પછી મીઠુ, મરચુ, પાસ્તા, ટામેટા અને તમાલપત્ર પણ નાખી દો. 20 મિનિટ સુધી ઉકાળ્યા પછી કોબીજ નાખી દો.

બધી શાકભાજીઓને ધીમા તાપ પર થવા દો. પનીરથી સજાવીને ગરમા ગરમ પીરસો.
સંબંધિત જાણકારી શોધો