માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » શાહી બ્રેડ સ્ટિકસ
 

N.D
સામગ્રી - બ્રેડ સ્લાઈસ અંદાજથી, બાફેલા અને મસળેલા બટાકા 3-4, 1/4 કપ પાલક સમારેલી, 1 છીણેલુ ગાજર, 1 ટી સ્પૂન આદુ-લસણનુ પેસ્ટ, 1 ટી સ્પૂન સમારેલા લીલા મરચાં, 1 ટી સ્પૂન સોયા સોસ, ચપટીભરીને અજીનોમોટો, થોડા કાજૂના ટુકડા. થોડા કિશમિશના દાણા, 2 ટેબલ સ્પૂન તલ, મેંદો, મીઠુ અને તલ કવરિંગ માટે.

બનાવવાની રીત - બ્રેડ સિવાયની બધી સામગ્રીઓને મિક્સ કરી લો અને બ્રેડની દરેક સ્લાઈસ પર લગાવો. ધારદાર ચપ્પુથી સ્લાઈસને લાંબી કાપી લો. મેંદાનુ ખીરું તૈયાર કરો અને બ્રેડના એ ભાગ પર લગાવો જ્યાં મસાલો લાગેલો હોય છે. કડાહીમાં તેલ ગરમ કરો અને બ્રેડને ડીપ ફ્રાઈ કરો. ગરમા-ગરમ ચા અથવા ચટણી, સોસની સાથે સર્વ કરો.
સંબંધિત જાણકારી શોધો