બ્રેડની ભેલ

સામગ્રી - 12-15 બ્રેડની સ્લાઈસ, તળવા માટે તેલ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 ઝીણુ સમારેલુ ટામેટુ, 1 ઝીણી કાપેલી કાકડી, છીણેલુ તાજુ નારિયળ(અડધુ), લીલા ધાણા અંદાજથી, 1 કપ ઝીણી સેવ, લીલી અને આમલીની ચટણી, મીઠુ, જીરા પાવડર અને ચાટ મસાલો અંદાજથી. બનાવવાની રીત - બ્રેડ સ્લાઈસના નાના ચોરસ ટુકડા કાપીને તેને લાલ થતા સુધી તળીને મુકી રાખો. પીરસતી વખતે બધી સામગ્રી એકત્ર કરીને તરત જ પીરસો.