કેળાનો ઉત્તપમ

સામગ્રી - ચોખા એક કપ, અડદની દાલ પા કપ, મેથીના દાણા પા ટી સ્પૂન, લીલા મરચા બે, કેળા 2, ખાંડ 2 ચમચી, મીઠુ સ્વાદ મુજબ, છીણેલુ નારિયળ 2 ટેબલ સ્પૂન, સેકવા માટે ઘી. બનાવવાની રીત - ચોખા અને અડદની દાળ ધોઈને તેમા મેથીના દાણા અને પાણી નાખીને 6-7 કલાક પલાળી મૂકો. પછી તેને ઝીણી વાટીને તેમા પા કપ ગરમ પાણી મિક્સ કરી તેને ઢાંકીને મૂકી રાખો. મરચુ અને કેળાને ક્રશ કરીને ઉત્તપમના મિશ્રણમાં મિક્સ કરો. ખાંડ, મીઠુ અને નારિયળનુ મિશ્રણ નાખીને સારી રીતે મિક્સ કરી બે કલાક માટે મૂકી રાખો. હવે નોનસ્ટિક તવો ગરમ કરી તેના પર થોડુ ઉત્તપમનુ મિશ્રણ નાખીને ફેલાવી દો. બાજુમાંથી થોડુ ઘી લગાવી બંને બાજુએથી પલટાવીને સારી રીતે સેકો. ચટણી સાથે સર્વ કરો.