માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » ટોમેટો ઉત્તપમ
Feedback Print Bookmark and Share
 

N.D
સામગ્રી - ઉત્તપમનો તૈયાર લોટ, મગની દાળ પલાળીને તેને વાટીને બનાવેલ પેસ્ટ એક કપ, લીલા મરચા 4-5, જીરુ 1 ટી સ્પૂન, હળદર 1/2 ટી સ્પૂન, હિંગ, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, ટામેટા 3-4, લીલા ધાણા 2 ટેબલ સ્પૂન. ટોમેટો ઉત્તપમ સેકવા માટે તેલ અને પીરસવા માટે માખણ.

બનાવવાની રીત - ઉત્તપમના તૈયાર લોટમાં મગની દાળનુ પેસ્ટ મિક્સ કરો,પછી તેમા લીલા મરચા અને જીરુ વાટીને નાખી દો. ફૂલેલા ઉત્તપમના લોટમાં હળદર, હિંગ, મીઠુ અને ખાંડ મિક્સ કરી સારી રીતે ફેંટી લો. હવે ટામેટાને પાતળી ગોળ સ્લાઈસમાં કાપી લો. પછી નોન સ્ટિક તવો ગરમ કરીને તેના પર ટોમેટો ઉત્તપમનુ મિશ્રણ નાખીને ગોળ આકારમાં ફેલાવો. તેના ઉપર ટામેટાની સ્લઈસ મૂકીને લીલા ઘાણા ભભરાવી થોડુ દબાવી દો. ઉત્તપમની ચારેબાજુથી તેલ નાખીને થોડુ સેકાવવા દો. એક તરફ થઈ જાય કે બીજી બાજુ પલટાવીને સેકો. ગરમાગરમ ઉત્તપમ પર માખણ લગાવી સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
સંબંધિત જાણકારી શોધો