માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » શાકાહારી » મટર-મલાઈ-રાજસી
Feedback Print Bookmark and Share
 

N.D
સામગ્રી - લીલા વટાણા 1/2 પ્યાલી, પનીર 300 ગ્રામ, મખાના દોઢ વાડકી, મલાઈ 1/2 કપ, ટામેટા પ્યુરી 1/2 પ્યાલો, ડુંગળી 2 મોટી, મેદો 1/4 મોટી ચમચી, આદુ-લસણ અને લીલા મરચા વાટેલા 1 નાની ચમચી, મીઠુ 1 નાની ચમચી, હળદર 1/4 નાની ચમચી, ધાણાજીરુ દોઢ ચમચી, લાલ મરચુ 3/4 નાની ચમચી, તેલ અઢી મોટી ચમચી.

બનાવવાની રીત - વટાણાને વરાળમાં બાફી લો. દોઢ મોટી ચમચી તેલ ગરમ કરીને મખાના તળી લો. અડધા તળેલા મખાનાને વાટી લો. ટામેટા પ્યુરીમાં મીઠુ અને મસાલો મિક્સ કરો. ડુંગળીને નાને અને ચારેબાજુથી કાપી લો. પનીરના ટુકડા પણ કાપી લો. તેલ ગરમ કરીને ડુંગળી નાખીને નરમ કરો. આદુ મિશ્રણ અને મેદો નાખીને સેકો. હવે મલાઈ નાખીને રગડો. જ્યારે મલાઈ ઘી છોડવા માંડે ત્યારે વાટેલા મખાના નાખીને સેકો. સુગંધ આવવા માંડે કે ટોમેટો પ્યુરી નાખીને સારી રીતે હલાવો. એક વાડકી પાણી નાખીને ઉકળવા દો. પનીરના ટુકડા નાખો અને પાંચેક મિનિટ ઉકળ્યા બાદ તળેલા મખાના નાખીને સર્વ કરો.

નોંધ - મખાનાની જગ્યાએ તમે કાજુ લઈ શકો છો.
સંબંધિત જાણકારી શોધો