બનાવવાની રીત - ચોખાને ત્રણ કપ પાણીમાં અડધો કલાક પલાળીને નિતારી લો. હવે તેમાં પ્રમાણસર પાણી મુકી ભાત બનાવી લો. ભાત લગભગ થઈ જવા આવે ત્યારે ઉતારી લો અને એક ચારણીમાં પાથરી દો, જેથી વધારાનુ પાણી નીતારી ભાત કોરો થઈ જાય.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા જીરુ નાખો અને જીરુ તતડે પછી તેમા તમાલપત્ર, લવિંગ, મરી, એલચી નાખી સાંતળો, હવે તેમા લીલા મરચા અને લસણ નાખી થોડીવાર સાંતળો. હવે તેમાં મકાઈના પલાળેલા દાણા નાખીને હલાવો.
આ મસાલામાં સમારેલી પાલક અને ભાત મિક્સ કરી ધીરેથી હલાવો. મીઠુ, લીંબુનો રસ અને ગરમ મસાલો નાખી હલાવો. હવે ધીમા તાપ પર ભાતને ઢાંકીને લગભગ 10 મિનિટ સુધી થવા દો. ઉપરથી સમારેલા ધાણા ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.