કાળીચૌદસમાં કાળીમાંની પૂજા - - આ દિવસે લોટના દીવા બનાવો. - દીવામાં તલનું તેલ ભરીને, દીવાની ચારેબાજુ રૂની ચાર બત્તિયો લગાવો. - દીવો પ્રજવલ્લિત કરો. - પૂર્વ તરફ મોઢુ રાખીને ફૂલ-ચોખાથી પૂજન કરો. - ત્યારબાદ નીચેના મંત્રથી દીવાને કોઈ મંદિરમા મૂકી દો.
दत्तो दीपः चतुर्दश्यां नरक प्रीतये मया। चतुः वर्ती समायुक्त सर्वपापापनुत्तये॥
- સાંજે ઘર, દુકાન, કાર્યાલય વગેરેને સળગતાં દીવાથી સુશોભિત કરો.
અ) હનુમાન જન્મ મહોત્સવ - આજના દિવસે અંજનાદેવીના ગર્ભમાંથી રામભક્ત હનુમાનનો જન્મ થયો હતો, તેથી તે અંજનેયાય તરીકે પણ ઓળખાય છે.
- હનુમાનના ભક્તો સવારે સ્નાન કરી નિમ્ન સંકલ્પ સાથે હનુમાનની પ્રતિમા પર તેલ-સિંદૂર ચઢાવીને પંચોપચાર અથવા ષોડ્શોપચાર પૂજન કરે.
'शौर्यौदार्यधौर्यादिवृद्ध्यर्थं हनुमत्प्रीतिकामनया हनुमज्जयंतीमहोत्सवं करिष्ये'।
- ત્યારબાદ લાડુ, ચૂરમાનો નૈવેધ બતાવે. - પછી સુંદરકાંડનો પાઠ કરી પ્રસાદ વહેંચો.
બ) કાળી ચૌદસ સ્નાન - -ચંદ્રોદયવ્યાપિની ચતુર્દશીએ સવારે નિત્યકામથી પરવારીને નીચેના મંત્ર સાથે શરીરમાં તલનું તેલ વગેરેનું ઉબટન લગાડવું.
यमलोकदर्शनाभावकामोऽहमभ्यंगस्नानं करिष्ये।
- હળથી ઉખડેલી માટીના ઢેલા અને ઉંગા વનસ્પતિને પોતાના માથા પરથી ફેરવી શુધ્ધ સ્નાન કરવું.
ક) યમ દીપદાન અને યમ તર્પણ - દીપદાન- - સાંજે પ્રદોષ સમયે તલનું તેલથી ભરીને 14 દીવા એક થાળીમાં સજાવો. - પછી હાથમાં પાણી લઈને નીચેનો સંકલ્પ બોલો - 'यम-मार्ग अंधकार निवारणार्थे चतुर्दश दीपानाम् दानं करिष्ये । - સંકલ્પ પાણી છોડો. - હવે દીવો સળગાવી ફૂલ-ચોખાથી પૂજન કરો. - ત્યારબાદ તે દીવાને સૂની જગ્યાએ કે સાર્વજનિક સ્થળે અથવા કોઈ મંદિરમાં લગાવો.
ખ) યમ તર્પણ - -સાંજે એક પાત્રમાં પાણી ભરીને કાળા અને સફેદ તલ અને કુશા નાખો. - યજ્ઞોપવિતની કંઠીની જેમ ઘારણ કરો. - નીચેનો મંત્ર બોલતી વખતે હાથમાં પાણી ભરીને આંગળીયો વડે તે જ પાત્રમાં પાણી છોડતા જલાંજલિ આપો - 1) યમાય નમ: 2) ધર્મરાજાય નમ: 3) મૃત્યવે નમ : 4) અનંતાય નમ : 5) વૈવસ્વતાય નમ: 6) કાલાય નમ: 7) સર્વભૂતક્ષયામ નમ: 8) ઔદુમ્બરાય નમ: 9) દઘ્નાય નમ: 10) નીલાય નમ : 11) પરમેષ્ઠિતે નમ: 12) વૃકોદરાય નમ: 13) ચિત્રાય નમ : 14) ચિત્રગુપ્તાય નમ :
ગ) યમરાજ પૂજન - - આ દિવસે યમને માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર મૂકો. - રાતે ઘરની સ્ત્રીયો દીવામાં તેલ નાખી ચાર બત્તી સળગાવે. - પાણી, રોલી ,ચોખા, ગોળ, ફૂલ, નૈવેધ વગેરે સાથે દીવો સળગાવી યમનું પૂજન કરો.
|