સંતાન લક્ષ્મી :
પ્રણીઓને ઉર્વરતા અને વંશ વૃધ્ધિનું વરદાન આપે છે- સંતાન લક્ષ્મી. આ સ્ત્રીને સર્જનનું વરદાન આપે છે અને નાના બાળકોની બિમારીઓથી રક્ષા કરે છે. બંગાળની અંદર બિલાડી અને માદા વાઘને તેમનું પ્રતિક માનવામાં આવે છે. કેમકે આ બંને પોતાના બચ્ચાંઓનું પાલન પોષણ પોતાના બળ પર કરે છે.
વીર લક્ષ્મી :
જીવનની દરેક પરિસ્થિતિ અને શત્રુનો સામનો કરવાની હિંમત અને તેજ આ લક્ષ્મી અર્પણ કરે છે. આમને વૈષ્ણોદેવીના નામથી પણ પુજવામાં આવે છે. આ વાધની સવારી કરે છે અને મા દુર્ગાની જેમ અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ રહે છે.
ગૌ લક્ષ્મી :
ગાયને ભારતીય સમાજમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કેમકે એક માની જેમ તે પણ મનુષ્ય માટે ઘણી બધી સુવિધાઓ આપે છે. એટલા માટે તેમને ગૌ લક્ષ્મીના સ્વરૂપે પુજવમાં આવે છે. પુરાણમાં કામધેનુંનુ વર્ણન પણ છે જે પ્રાણીઓની બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરે છે.
વિદ્યા લક્ષ્મી : જ્ઞાનને ધનમાં બદલવાનું વરદાન આપનારી દેવી છે વિદ્યા લક્ષ્મી. સરસ્વતીની જેમ એ પણ વિદ્યા અને કલાઓની દેવી છે. જ્યાં સરસ્વતી શુધ્ધ વૈચારિક જ્ઞાન આપનારી છે ત્યાં વિદ્યા લક્ષ્મી જ્ઞાન દ્વારા ભૌતિક સમૃધ્ધિના રસ્તા ખોલનારી છે.
આરોગ્ય લક્ષ્મી :
સ્વાસ્થ્ય જીવનનું સૌથી મોટુ વરાદાન છે અને સ્વાસ્થ્ય સહિત સંપન્ન જીવન જીવવાની કામનાથી પુજવામાં આવે છે. સમુદ્ર મંથન સમયે વિષ્ણુના અવતાર તથા આયુર્વેદના જનક ધન્વંરિતની સાથે નીકળેલ આરોગ્ય લક્ષ્મી જીવનને સ્વાસ્થ્ય અને સુખી રહેવાનું વરદાન આપે છે.
કડક લક્ષ્મી :
લક્ષ્મીનું આ સ્વરૂપ ખાસ કરીને ગામડાઓમાં પુજવામાં આવે છે. જ્યારે પણ સમાજની અંદર સ્ત્રીની સાથે કોઇ દુર્વ્યવહાર થાય છે ત્યારે કડક લક્ષ્મી પોતાનું સ્વરૂપ બતાવે છે અને લોકોને મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવા સમયે ભક્તો તેમની પુજા કરીને તેમના ક્રોધને શાંત કરે છે અને પોતાની ભુલની માફી માંગીને તેને બીજી વખત ન કરવાનો સંકલ્પ કરે છે.
|