ચૈત્રી નવરાત્રિમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. અથવા મીઠું લેતાં નથી. તેના ધાર્મિક મહત્ત્વ વિશે જણાવતાં શાસ્ત્રી હસમુખભાઇ ત્રીવેદી કહે છે કે, નવરાત્રિમાં ઉપવાસનું મહત્ત્વ છે. ‘ઉપ' એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો છે. એટલે કે ખોરાક ન લેવો. ભોજન લેવાથી શરીર આળસુ બની જાય માટે જ ખોરાક પર કંટ્રોલ હોય, વ્યક્તિ ભૂખી હોય તો તેને હમેશાં યાદ આવ્યા કરે કે તેણે શા માટે ઉપવાસ કર્યો છે. તેને ઈશ્વરનું વિસ્મરણ ન થાય અને ચૈત્રી નવરાત્રિમાં અલૂણું ખાવાનું મહત્ત્વ એટલા માટે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ખાવાથી શરીરને નુકસાન થાય છે.