હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો?
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો… હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો,
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો,
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં…હો રંગ રસિયા
આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં… હો રંગ રસિયા
|