મુખ પૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 07 > નવરાત્રી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નવરાત્રી મંત્રોથી સંકટ દૂર

W.D
અંબાજીને ‘દુર્ગા’ પણ કહેવાય છે. દુર્ગ શબ્દનો અર્થ છે ‘કિલ્લો’. જેમ કિલ્લાની ટોચ ઉપર પહોંચવા પરસેવો છૂટી જાય, થાકી જવાય તે જ રીતે ખૂબ જ તપ કરવાથી, ઉપાસના કરવાથી, વ્રત ઉપવાસ કરવાથી, અનુષ્ઠાન કરવાથી જેની પ્રાપ્તિ થાય છે તેને ‘દુર્ગા’ કહેવાય છે.

ચંડીપાઠમાં માર્કંડેય મુનિ માતાજીને કહે છે, હે મા દુર્ગા, ‘દુર્ગાસિ દુર્ગ ભવસાગર નૌરસંગા’ આપ તો ભવસાગર પાર કરાવનારી ‘અસંગ’ રૂપી નાવ છો, જે ભકત તમારી ભકિત રૂપી નાવડીમાં બેસી જાય છે તેનો બેડો પાર થઇ જાય છે, જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. તેને શિવત્વની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસના માટે ચંડીપાઠમાં અનેક પ્રકારના મંત્રો આપેલા છે. જેનું અનુષ્ઠાન કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે. આપણે કેટલાક દુ:ખ નિવારણ મંત્રો જૉઇએ.

૧. ભય દૂર કરવા માટેનો મંત્ર:

સર્વસ્વરૂપે સર્વેશે સર્વશકિત સમન્વિતે ભયેભ્યસ્રાહિનો દેવિ દુર્ગે દેવિ નમોડસ્તુતે

૨. આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિ માટેનો મંત્ર:

દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ્ રૂપં દેહિ, જયં દેહિ, યશો દેહિ, દ્વિષો જહિ

૩. અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરનારો મંત્ર:

સર્વાબાધા પ્રશમનં ત્ર્લોકયસ્યા ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્ય દ્વૈરિ વિનાશનમ્

૪. સર્વ પ્રકારની રક્ષા મેળવવા માટે:

શૂલેન પાહિ નો દેવિ પાહિ ખડ્ગેન ચામ્બિકે ઘંટા સ્વનેન ન: પાહિ ચાપજયાનિ સ્વનેન ચ

૫. ધન, પુત્રાદિકની પ્રાપ્તિ માટેનો મંત્ર:

સર્વાબાધા વિનર્મિકતો ધનધાન્યસુતાન્વિત: મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય:

૬. યોગ્ય પત્ની કે પતિની પ્રાપ્તિ માટે:

પત્ની મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ તારિણીં દુર્ગસંસાર સાગરસ્ય કુલોદ્ ભવામ્

૭. વિદ્યા પ્રાપ્તિ માટેનો મંત્ર:

યા દેવિ સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:

8 મોતનનિવારવાનમંત્ર (મૃત્યુંજમંત્ર) .

ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બંધનાન્મૃત્યોર્મૃક્ષીય મામૃતાત

9. શક્તિ પ્રાપ્તિ માટેનમંત્

યા દેવિ સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:

આ પ્રમાણે ‘ચંડીપાઠ’માં અનેક પ્રકારના મંત્રો આપેલા છે. નવરાત્રિમાં કેટલાક ભકતો અનુષ્ઠાન કરે છે. આ અનુષ્ઠાન અનેક પ્રકારે થાય છે. કેટલાક કેવળ એક ટાઇમ જમીને અનુષ્ઠાન કરે છે. કેટલાક નિત્ય મંદિરે દર્શનનો નિયમ ધારણ કરે છે.
ઘણું બધુ
અંબાજીમાં ભાદરવી પૂનમે માતાના દર્શન
નવરાત્રી ઘટસ્થાપના વિધિ
ગરબાંની આજ અને કાલ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગેશે
શ્રી આદ્યશક્તિની સ્તુતિ
માતા અંબાજીના ગરબા સાથે રાસની રમઝટ