મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 07 > નવરાત્રી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નવદુર્ગાનો ગરબો

રંગે રમે આનંદે રમે રે.
આજ નવદુર્ગા રંગે રમે રે.
આદિતે આવ્‍યાં અલબેલી અંબા,
મંડપમાં મતવાલી ભમે રે, આજ. 1
સોળે શણગાર માને અંગે સુહાયે,
હીરલા રતન માને અરુણા સમે રે, આજ. 2
મંગળવારે માજી છે રે ઉમંગમાં,
ચાચર આવીને ગરબે રમે રે. આજ. 3
બુધવારે માજી બેઠાં બિરાજે,
રાસ વિલાસ માનો ગાયો છૈયે રે. આજ. 4
ગુરુવારે આઈગરબે રમે છે,
ચંદન પુષ્‍પ તે માને ગમે રે, આજ. 5
ભૃગુવારે માજી ભાવ ધરીને,
બ્રાહ્મણ રમે તે માને ગમે રે. આજ. 6
શનિવારે મહાકાળી થયાં છે,
ભિક્ષા ભોજન મનગમતાં જમે રે, આજ. 7
વલ્લભ કહે માને ભાવે ભજીન
રાસ વિલાસ માનો ગાયો ગમે રે. આજ. 8
1 | 2  >>  
ઘણું બધુ
નવરાત્રી મંત્રોથી સંકટ દૂર
અંબાજીમાં ભાદરવી પૂનમે માતાના દર્શન
નવરાત્રી ઘટસ્થાપના વિધિ
ગરબાંની આજ અને કાલ
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગેશે
શ્રી આદ્યશક્તિની સ્તુતિ