ગુજરાતભરમાંથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમમાં ઉમટી પડેલા કાર્યકરોના મહેરાણની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ બારમી વિધાનસભાના 24માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઇ સતત ત્રીજી વખત આ પદ સંભાળવાની હેટ્રિક નોંધાવી હતી. રાજયપાલ નવલ કિશોર શર્માએ તેમને બપોરે 1.47 કલાકે આ શપથ લેવડાવ્યા ત્યારે દેશભરમાંથી આવેલા ભાજપ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહી ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા.ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન 25મી ડિસેમ્બરના રોજ ભાજપે(નરેન્દ્ર મોદીએ) ગુજરાતમાં 117 ધારાસભ્યો સાથેની સ્પષ્ટ બહુમતિવાળી સરકારને તેમના ચરણોમાં રજૂ....