જ્યાં સૌના ચહેરા હસતાં હોય, અને દુ:ખ કોઈને ન પડતા હોય આ કેટલા સુંદર સપના છે, બસ આ તો મારી કલ્પના છે.
જ્યા બોમ્બ ન કદી બનતા હોય,બધા મુક્ત રીતે ફરતાં હોય એક આવા દેશની ઝંખના છે, બસ આ તો મારી કલ્પના છે.
જ્યાં અલગ જાતિ ન બનતી હોય, બધા જ્યા ભારતીય હોય એક એવા નગરની તમન્ના છે, બસ આ તો મારી કલ્પના છે..
જ્યા દરેક દિલમાં દેશભક્તિ હોય, અને એકતા જ્યાં શક્તિ હોય એક એવી મારી વંદના છે, બસ આ તો મારી કલ્પના છે.
|