રાખડી તમારી ભાવનાઓને દર્શાવવાનો તહેવાર છે. એવી ભાવનાઓ જેમાં છે પ્રેમ, સ્નેહ અને ચિંતા તમારા પોતાના ભાઈ માટે. આ દિવસ લાગણીઓનો દિવસ છે અને આ દિવસે દરેક ભાઈ માટે રાખડીથી મોટી ભેટ બીજી શુ હોઈ શકે ? અને એ રાખડી તમે પોતે બનાવી હોય તો શુ કહેવું.
રાખડીને રેશમના દોરાથી જ સજાવવામાં આવે છે. આ સાદો દોરો હોઈ શકે કે બીજા ડિઝાઈનર બીડ્સ પણ હોઈ શકે. અમે તમને થોડીક ટીપ્સ આપી રહ્યા છીએ, જેમાં તમે તમારી કલ્પનાઓને જોડી તમે તમારી મનપસંદ રાખડી બનાવી શકો છો. જે માટે તમને જરૂર પડશે -
રેશમનો રંગબેરંગી દોરો, સુતરાઉ દોરો, લાકડીના બીડ્સ કે મોતી, સીક્વિન, કાતર, ગુંદર. રેશમી દોરાની એક રીલ. જો તમે રંગબેરંગી રાખડી ઈચ્છતા હોય તો વિવિધ રંગોવાળી લચ્છી લો. સામાન્ય રીતે લાલ અને પીળા રંગને શુભ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો સોનેરી દોરાનો પ્રયોગ પણ કરી શકો છો.
દોરા 30 ઈંચ લાંબા હોવા જોઈએ. અડધી લંબાઈથી વાળી લો હવે કોટન દોરાનો ઉપયોગ કરી એક ચોથાઈ સુધીની લંબાઈ પર ગાંઠ વાળી લો. અને વાળેલા ભાગથી કાપી લો. હવે છેડાઓને બ્રશ વડે સરખા કરી લો. હવે લાંબા દોરાને બે ભાગમાં વેચી લો. અને તેનાથી ઉલટ દિશામાં ફરાવીને છોડી દો. આના ઉપરના છેડે ગાંઠ વાળી દો અને બચેલા ભાગને ફેલાવી દો. હવે વચ્ચે બ્રશ વડે સરખાં કરેલા ભાગને દબાવીને તેના ઉપર મેટિક ,બીડ્સ અને સિક્વિનથી સજાવી દો.
|