2008ના નવા વર્ષે ભારત વિશ્વમાં મહાસત્તા બનવાની દીશામાં મક્કમ પગલે આગળ વધશે અને આર્થિક સુધારાને પગલે દેશમાં સમૃદ્ધિ વધશે તેનો વિશ્વના નિષ્ણાતોને પણ અંદાજ આવી ગયો છે. તેથી જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સાથે સાથે કોર્પોરેટ જગતમાં પણ ભારતનું માન-પાન વધી રહ્યું છે. સમગ્ર 2007માં શેરબજારમાં તેજી જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિ અને શેરબજારોના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 94 ટકા જેટલો વધારો નોંધાયો છે અને સેન્સેક્સમાં 34 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ કારણે રોકાણકારો માલામાલ બની ગયા અને નવા નવા રોકાણકારો પણ બજાર તરફ વળ્યા હતા...