સંજય દત્ત - (એકલવ્ય, શૂટ આઉટ એટ લોખંડવાલા, ધમાલ, દસ કહાનિયા, નહલે પે દહેલા) સંજયનો એક પગ જેલમાં તો બીજો પગ સ્ટુડિયોમાં રહ્યો. પાંચમાંથી ફક્ત એક 'ધમાલ' સફળ રહી. પોતાની પોજીશન તેઓ ઝડપથી ગુમાવી રહ્યા છે. જેલના ચક્કરોને કારણે નિર્માતાઓ તેમને લેતા ગભરાઈ રહ્યા છે. સની દેઓલ (કાફિલા, અપને, ફૂલ એન ફાઈનલ, બિગ બ્રધર) સનીની સફળતાનો સૂરજ વાદળો પાછળ જ સંતાઈ રહ્યો. 'અપને'ને છોડી તેમની બાકીની ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ગઈ તેની ખબર જ ન પડી. સનીના પ્રશંસક હજુ પણ છે, પણ ખરાબ ફિલ્મ તેઓ કેવી રીતે જોઈ શકે છે ? કદાચ આથી જ સની હવે પોતાના બેનર હેઠળ ઢગલો ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે. શાહિદ કપૂર (ફૂલ એન ફાઈનલ, જબ વી મેટ) બાળક સમજાનારો શાહિદને 'જબ વી મેટ'ની સફળતા પછી હવે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. હવે તેમને સોલો હીરો ના રૂપમાં ફિલ્મો મળવા લાગી છે. આ વર્ષે તો શાહિદ જરૂર યાદ રહેશે. 'જબ વી મેટ' અને કરીનાને કારણે. અજય દેવગન - (કેશ, રામગોપાલ વર્માની આગ) અચ્છે અભિનેતા હોવા છતા અજયને ખરાબ ફિલ્મોમાં કામ કરવુ પડ્યુ તે સમજાતુ નથી. અજયે પોતાને પસંદગીના બેનર માટે જ ફિલ્મો કરવા માટે બાંધી રાખ્યો છે. 'કૈશ' અને 'રામૂ કી આગ' ના રૂપમાં આગળ આવવાને બદલે તેઓ બે પગલાં પાછળ જતા રહ્યા. બોબી દેઓલ - (શાકાલાકા બૂમ બૂમ, ઝૂમ બરાબર ઝૂમ, અપને, નકાબ, નન્હે જેસલમેર) અબ્બાસ-મસ્તાન અને યશરાજ ફિલ્મસનો સાથ મળવા છતાં પણ બોબી ફ્લોપ રહ્યા. પપ્પા અને ભાઈની સાથે ઉભા રહેવાનો લાભ તેમને 'અપને' માં મળ્યો, પણ પોતાના દમ પર હિટ ફિલ્મ બોબી ક્યારે આપશે એ તો તેમને પણ ખબર નથી. અક્ષય ખન્ના - (સલામ એ ઈશ્ક, નકાબ, ગાઁધી માય ફાધર, આજા નચ લે) ભરપૂર કોશિશો કરવા છતાંય અક્ષય અસફળતાનો ચક્રવ્યૂહ ન તોડી શક્યા. 'ગાંઘી માય ફાધર' માં શ્રેષ્ઠ અભિનય કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવી. એકલાના દમ પર હિટ ફિલ્મ આપવી એ કદાચ અક્ષયના ગજાની વાત નથી. વધુ એક્ટરો સાથે ફિલ્મ કરવી એ જ તેમની માટે સારુ છે. રિતેશ દેશમુખ (હે બેબી. કૈશ, ધમાલ) હાસ્ય ફિલ્મોમાં રિતિશ પોતાની વિશેષ છાપ છોડે છે. આ વર્ષે બે હિટ ફિલ્મો તેમના નામ આગળ નોંધાઈ છે. રિતેશ પોતાની ઈમેજ બદલવા માગે છે, પણ નિર્માતા અને દર્શક તેમને કોમેડી કરતા જ જોવા માંગે છે.
રિતિક રોશન આ વર્ષે કોઈ ફિલ્મ તેમની પ્રદર્શિત નથી થઈ, જ્યારે કે આમિર ખાનની 'તારે જમીન પર' પ્રદર્શિત થવાની છે.
વેબદુનિયા સર્વેક્ષણ - 2007માં જોડાવવા અહીં ક્લિંક કરો...
|