અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોની સંખ્યા વધારે હોવાના તેમજ સિવીલ હોસ્પિટલમાં પણ વિસ્ફોટ થયો હોવાના બનાવથી સત્તાવાળાઓ પણ ચિતિંત બન્યા છે. હજુ અહીં બોંબ હોવાની આશંકાએ બોંબ શોધવાની કવાયત હાથ ધરાઇ છે.
કારણ કે ઘાયલ લોકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે. તે સમયે એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં બ્લાસ્ટ થવાથી મૃત્યુ આંકમાં વધારો થયો છે. તો સિવિલમાં વધારે બોમ્બ હોવાની શક્યતાને કારણે બોમ્બ ડીપ્લોઝલ સ્કવોર્ડે તપાસ હાથ ધરી બોમ્બ શોધવાની કવાયત હાથ ધરી છે. અને કેટલાક દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયાનું જાણવા મળે છે.
તો શહેરમાં રાત્રે વધુ વિસ્ફોટો થશે તેવી અફવાને કારણે શહેરીજનોમાં ડરની લાગણી પેદા કરી દીધી છે. તો સત્તાવાળાઓ પણ નાગરિકોને સાચી માહિતી પુરી પાડવા પ્રયત્ન કરવામાં લાગી પડ્યા છે. અને, શહેરની દરેક હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે.
|