મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 08 > અમદાવાદ બોંબ વિસ્ફોટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સુરતમાં સિનેમા-મોલ બંધ કરાયા  Search similar articles
વેબ દુનિયા

સુરતમાં રવિવારે સવારે એક બોમ્બને ડીફ્યુઝ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક કારમાંથી બોમ્બ બનાવવાના સામાન બાદ સમગ્ર શહેરમાં પોલીસનો બંદોબસ્ત સખ્ત કરી દેવામાં આવ્યો છે.

સુરતના સીટીલાઈટ વિસ્તારનાં નુપૂર હોસ્પીટલ નજીક થી આજે એક બોમ્બ મળી આવ્યો હતો. બોમ્બ મળતાં આસપાસ રહેતાં લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બોમ્બ સાથે ટાઈમર સેટ કરવામાં આવ્યો હતો.

લોકોએ પોલીસને જાણ કરતાં એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડે બોમ્બને ડીફ્યુઝ કરીને મોટી જાનહાની ટાળી દીધી હતી. તો સુરતનાં બધાં જ મોલ અને સિનેમા હોલ આજે બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસે તમામ જાહેર જગ્યાનું ચેકીંગ હાથ ધર્યુ છે.

તો બીજી બાજુ મધ્યપ્રદેશ પર આતંકી હુમલાનો ખતરો વધતાં ભોપાલમાં પોલીસે વિશેષ પગલાં લીધા છે. ભોપાલનાં સિનેમામાં રાત્રિનાં શો થોડા દિવસો સુધી બંધ રાખવા આદેશ કર્યો છે.
ઘણું બધુ
બોમ્બ બ્લાસ્ટની મોડસ ઓપરેન્ડી સરખી....
સિવિલમાં તબીબ દંપતિનું મોત
સીમીના કાર્યકરોને છોડાવવા કરાયો બ્લાસ્ટ!
આંતકવાદ વિરૂધ્ધ અલગ દળ તૈયાર કરાશે
બોમ્બ બ્લાસ્ટના તાર કોની સાથે...
ઈન્દોરમાં વિરોધ રેલી નીકળી