સરકારે વર્ષ 2008-09માં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માટે 1680 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 12 % વધારે છે.
તેમણે કહ્યુ હતુ કે, સરકારની દુરંદેશીથી આઈટી આધારિત સેવાઓમાં અવિરત પણે વિકાસ જારી છે. ગ્રામીણ ક્ષેત્રમાં એકલાખ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ આધારિત સેવા કેન્દ્રોની સ્થાપના માટે એક યોજના તથા કેન્દ્રીય સહાયતાથી રાજ્ય વ્યાપી ક્ષેત્ર નેટવર્ક સ્થાપિત કરવાની યોજના કાર્યરત કરવામાં આવી રહી છે. સામાન્ય સેવા કેન્દ્રો માટે 75 કરોડ રૂપિયા, સ્વાન માટે 450 કરોડ તથા રાજ્ય વ્યાપી કેન્દ્રો માટે 275 કરોડ ખર્ચનો અંદાજ છે...