નવી દિલ્હી(એજંસી) આગામી ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર લોકોની ખર્ચ શકિત અને આર્થિક વિકાસ વધારવા માંગે છે, મોંઘવારી પર કાબૂ મેળવવા વેરામાં ઘટાડાની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી કરવેરાના ભારણ વિનાનું બજેટ આપતી ભાજપ સરકાર ર008-ર009ના બજેટમાં પ્રજાને કરવેરાનો આકરો ડોઝ પીવડાવે તેવી શક્યતા છે. નાણા વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષનાં બજેટમાં સરકારે જેટલી રાહતો આપી હતી તેટલા એટલે કે 400 કરોડના કરવેરા ઝીંકાય તેવી શક્યતા છે.
નાણાપ્રધાન પી. ચિદમ્બરમ 29મીએ તેમનું સાતમું બજેટ રજૂ કરવાના છે ત્યારે સરકાર, મે 2009માં સામાન્ય ચૂંટણીઓ યોજાતાં પહેલાં લોકોની ખર્ચશકિત અને ઘટી ગયેલી આર્થિક વૃદ્ધિ દર વધારવા તેમ જ માઘ્યમ વર્ગને આકર્ષવા માગતી હોવાથી વ્યકિતગત કરદાતાઓને કરવેરામાં રાહત આપવા, કન્ઝુમર ગુડઝ પરની ડયૂટીમાં કાપ મૂકવા અને કોર્પોજગતને ખુશ કરવા માટે કોર્પોરેટ વેરા પરનો 10 %નો સરચાર્જ દૂર કરવા જેવા ઢગલાબંધ લોકપ્રિય નિણર્યો લે તેવી સંભાવના છે.
હાલમાં ચાર ટકા ઉપર પહોંચી ગયેલા ફુગાવાના દરને ચાર ટકાથી નીચે રાખવા માગતી સરકાર વ્યાજ દરો પણ ઘટાડે તેવી શકયા હોવાનું વિશ્લેષકોને લાગે છે. સરકાર, એકસાઇઝ અથવા ફેકટરી-ગેટ ટેકસમાં પણ ઘટાડો કરી શકે છે.
2007-08માં કરવેરા અને કોર્પોરેટ વેરાની જંગી વસૂલાત થઇ હોવાથી નાણા પ્રધાન પી. ચિદમ્બરમ આવકવેરા મુકિતમર્યાદા વધારે તેમ જ કંપનીઓને કેટલીક રાહતો આપે તેવી પણ શકયતા છે. હાલમાં કંપની વેરો 30 ટકા છે અને તેના પર 10 % સરચાર્જ લેવામાં આવતો હોવાથી કંપની વેરાનો અસરકારક દર 33 ટકા છે.
કરવેરા ઉપરાંત કંપની વેરાની જંગી વસૂલાત થઇ છે. એપ્રિલથી મઘ્ય ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન 1.38 ટિ્રલિયન રૂપિયાનો કોર્પોરેટ વેરો વસૂલ કરવામાં આવ્યો છે, જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 39 ટકાનો વધારો દર્શાવે છે. જયારે, ગયા વર્ષની સરખામણીમાં 46 ટકાના વધારા સાથે ચાલુ વર્ષે આવકવેરાની પણ 903.56 અબજ રૂપિયાની વસૂલાત થઇ હોવાનું નાણામંત્રાલયની આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે.
પ્રત્યક્ષ વેરામાં હજીસુધી 2.29 ટિ્રલિયન રૂપિયાથી વધુ વસૂલાત થઇ ગઇ છે, જે ગયા વર્ષ કરતાં 40 ટકાનો વધારો દર્શાવે છે. 2007-08 માટે સરકારે, 2.67 ટિ્રલિયન રૂપિયાના પ્રત્યક્ષ વેરાનો લક્ષ્યાંક નક્કી કર્યોહતો, પરંતુ હવે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રત્યક્ષવેરાની વસૂલાત ત્રણ ટિ્રલિયન સુધી પહોંચે તેવી ધારણા છે.
વ્યાજદરોમાં વધારો થવાને કારણે કાર, બાઇકસ, રિયલ એસ્ટેટ અને કેટલાક કન્ઝુમર ડયુરેબલ્સની માંગમાં ભારે ઘટાડો નોંધાયો હોવાથી છેલ્લા બે નાણાકીય વર્ષમાં 9 ટકા ઉપર પહોંચી ગયેલો આર્થિક વૃદ્ધિ દર ચાલુ વર્ષે ઘટીને 8.7 ટકા રહેવાની ધારણા છે. આ સમસ્યા ઉકેલવા માટે સરકાર વેરા અને વિભિન્ન ડયૂટીના દરો ઘટાડે તેવી શકયતા છે. જો સરકાર વ્યાજ દર ઘટાડે તો, વોશિંગ મશીન, ટી.વી, મોટરબાઇકસ, કાર અને અન્ય વાહનો સસ્તાં થઇ જશે અને તેમની માંગ વધવાની પણ શકયતા છે. ગુજરાત બજેટ 2008-09: સાત મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી ઓક્ટ્રોય નાબૂદ કરાતા તે ખોટ સરભર કરવા રાજ્ય સરકાર વેટ સહિતના વેરામાં સરચાર્જ નાખવા માટે છે. નવી જંગીનાં દરો પણ બનાવવામાં આવી રહ્યાં છે. મહેસુલી વેરામાં પણ વધારાની શક્યતા છે.
મળતી માહિતી મુજબ સાત મહાનગરપાલિકામાં ઓક્ટ્રોયની 1800 કરોડની આવક બંધ થતાં સરકાર તેનું ભારણ આપ્યું છે. તેથી વેટ નાં દરમાં સરચાર્જ કે તેથી વેટનાં દરમાં સરચાર્જ કે સેસ નાખીને આ બોજ તમામ નાગરિકોમાં વહેંચી દેવામાં આયોજન છે. ઉપરાંત અન્ય વેરામાં વધારાનાં વિકલ્પો પણ વિચારવામાં આવ્યા છે. પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરો, મનોરંજન કર, તેમજ વાહન વ્યવહાર વેરામાં પણ વધારો થઈ શકે છે. વેટ ઉપર વધારાનાં દર નાખવામાં આવે તો પણ સરકારને નવી આવક ઉભી કરવા અન્ય મહેસુલી આવક વધારો કરવાની ફરજ પડે તેમ છે. જોકે ગ્રામ્ય વિસ્તારોને કેટલીક રાહતો અપાય તેવી શક્યતા છે.
સરકાર મંતઢરીના દરોમાં પણ સુધારો કરવા જઈ રહી છે. રાજ્યનાં છેલ્લા ચાર વર્ષના બજેટ પર નજર નાખીએ તો સરકારે કુલ 1ર00 કરોડની કર રાહતો આપી છે. અને માત્ર 180 કરોડના જ વેરા નાખ્યા છે. પરંતુ આ વખતનું બજેટ આકરું હોવાની પૂરી શક્યતા છે. વેટની આવકમાં સરકારને ધાર્યા કરતા વધારે ફાયદો ન્થયો છે પણ તે રકમ વહીવટી અને યોજનાકીય ખર્ચમાં વપરાય છે. કેન્દ્રની ગ્રાન્ટની કોઈ ગણતરી મુકાઈ નથી, જો કે કેન્દ્રીય વેચાણવેરાની આવકમાં થનારો ઘટાડો સરકાર તેના બજેટમાં આવરી લે તેવી સંભાવના નકારી શકતી નથી.
|