નવી દિલ્હી (વાર્તા) સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારે આગામી બજેટની અંદર નોકરીથી ધંધાથી લઈને ખેડુત અને મહિલાઓને ભારે ભેટ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મનમોહનસિંહ સરકારના આ અંતિમ પૂર્ણ બજેટમાં નાણાંમંત્રી પી.ચિદમ્બરમ ને બજેટ સંતુલનના મોર્ચા પર અગ્નિ પરીક્ષાથી પસાર થવું પડે છે.
સામાન્ય ચુંટણી પહેલાં યુપીએનું છેલ્લુ બજેટ રજુ કરવા જઈ રહેલા ચિદમ્બરને જ્યાં સુધી એક બાજુ સમાજના બધા જ વર્ગોને ખુશ રાખવાના છે ત્યાં જ બીજી બાજુ તેમની પર આના માટે સંસાધન એકઠાં કરવાનો પણ પડકાર હશે. નાણાં મંત્રીને નાણાંકીય જવાબદારી તેમજ બજેટ પ્રબંધન કાનુન (એફઆરબીએમ) ની સીમાઓની અંદર રહીને ખર્ચ કરવો પડશે અને આના ચાલતાં તેમણે 2008-09ના બજેટમાં મહેસૂલ ખોટને સંપૂર્ણ રીતે ખતમ કરવી પડશે. તો નાણાંકીય ખોટને સકળ ઘરેલૂ ઉત્પાદ (જીડીપી)ના ત્રણ ટકાની સીમાની અંદર રાખવાની છે.
આ વર્ષે મહેસૂલ ખોટ જીડીપીની સમાન હશે તેવું બજેટની અંદર અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગામી બજેટની અંદર આને એક જ ઝાટકાની અંદર સમાપ્ત કરવું તે મુશ્કેલીભર્યું હશે ખાસ કરીને આવા સમયે જ્યારે સરકાર રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના જેવી જનક્લ્યાણની ઘણી યોજનાઓ પર ખર્ચ કરવાની ઘોષણા કરી ચુકેલ છે. સરકારે પહેલી એપ્રીલથી આ ગેરંટી યોજનાને લાગુ કરવાની ઘોષણ કરી દિધી છે.
યુપીએ અધ્યક્ષ સોનીયા ગાંધીએ નાણાંમંત્રીને બજેટની અંદર મહિલાઓ અને ખેડુતોના હિતને ધ્યાનમાં રાખવા માટે સ્પષ્ટ રૂપે જણાવી દિધું છે.
આવામાં ચિદ્મ્બરમ નાણાંકીય અને મહેસૂલ ખોટની સામે આંખ મીચીને સાર્વજનિક વ્યયને વહેંચવામાં ઉદારતા દાખવી શકે છે. પરંતુ આના માટે તેમણે એફઆરબીએમ કાનૂનના લક્ષ્યો સંશોધનોનો પ્રસ્તાવ લાવવો પડશે. જેવું કે તેમણે આ પહેલાંની સરકારના બજેટ વખતે કર્યું હતું.
|